Back to Home

Loading...

By Admin |

GSSSB WORK assistant and Draftman Bharti

GSSSB Recruitment 2026

વર્ક આસીસ્ટન્ટ અને રેખનકાર (Draftsman) વર્ગ-3 ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ (Work Assistant) અને રેખનકાર (Draftsman) વર્ગ-3 ની કુલ 388 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટેની સંપૂર્ણ વિગતો, અભ્યાસક્રમ અને અરજી કરવાની રીત નીચે મુજબ છે.

ભરતીની સંક્ષિપ્ત વિગતો (Overview)
સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટના નામ વર્ક આસીસ્ટન્ટ અને રેખનકાર (Draftsman)
જાહેરાત ક્રમાંક 355/2025-26 અને 357/2025-26
કુલ જગ્યાઓ 388 જગ્યાઓ
અરજી કરવાની છેલ્લી તારીખ 30/01/2026
પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા (CBRT / OMR)
જગ્યાઓની વિગત (Vacancy Details)
જાહેરાત ક્રમાંક પોસ્ટનું નામ કુલ જગ્યા
355/2025-26 વર્ક આસીસ્ટન્ટ (Work Assistant), વર્ગ-3 336
357/2025-26 રેખનકાર (Draftsman), વર્ગ-3 52
કુલ જગ્યાઓ: 388
શૈક્ષણિક લાયકાત (Education Qualification)

1. વર્ક આસીસ્ટન્ટ (Work Assistant) - Advt. 355

  • ઉમેદવારે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (Diploma in Civil Engineering) પાસ કરેલ હોવું જોઈએ.
  • અથવા સમકક્ષ ડિપ્લોમા: Diploma in Civil and Rural Engineering, Civil Draftsman, Civil Engineering and Planning, Construction Technology, Transportation Engineering, Survey Engineering, વગેરે (સંપૂર્ણ લિસ્ટ નોટિફિકેશનમાં જુઓ).
  • નોંધ: Bachelor’s Degree in Civil Engineering (BE Civil) ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી.
  • કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

2. રેખનકાર (Draftsman) - Advt. 357

  • ઉમેદવારે સરકાર માન્ય ITI માંથી ઓછામાં ઓછો 2 વર્ષનો સિવિલ ડ્રાફ્ટ્સમેન (Civil Draftsman) નો કોર્સ કરેલ હોવો જોઈએ.
  • કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
પગાર ધોરણ (Pay Scale)
પોસ્ટનું નામ ફિક્સ પગાર (પ્રથમ 5 વર્ષ) ત્યારબાદનું પગાર ધોરણ
વર્ક આસીસ્ટન્ટ (Class-3) ₹ 26,000/- પ્રતિ માસ લેવલ-4 (₹ 25,500 - 81,100)
રેખનકાર (Class-3) ₹ 26,000/- પ્રતિ માસ લેવલ-2 (₹ 19,900 - 63,200)
વય મર્યાદા (Age Limit)
  • વય મર્યાદા: 18 થી 33 વર્ષ (તા. 30/09/2025 ની સ્થિતિએ).
  • છૂટછાટ: અનામત વર્ગના પુરુષો અને સામાન્ય મહિલાઓ માટે 5 વર્ષ, અનામત વર્ગની મહિલાઓ માટે 10 વર્ષ (નિયમોનુસાર).
અરજી ફી (Application Fees)
કેટેગરી ફીની રકમ રીફંડ અંગે
બિન અનામત (General) ₹ 500/- પરીક્ષામાં હાજર રહેનારને પરત મળશે.
અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/PH) ₹ 400/- પરીક્ષામાં હાજર રહેનારને પરત મળશે.
પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)

પરીક્ષા MCQ (Multiple Choice Question) પદ્ધતિથી CBRT અથવા OMR બેઝ પર લેવાશે. કુલ સમય 3 કલાક (180 મિનિટ) રહેશે.

ભાગ (Part) વિષય ગુણ
Part-A તાર્કિક કસોટી, ગાણિતિક કસોટી, બંધારણ, વર્તમાન પ્રવાહો, કોમ્પ્રીહેન્સન 90
Part-B સંબંધિત ટેકનિકલ વિષય (Civil/Draftsman) 120
કુલ ગુણ: 210

નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે.

મહત્વની તારીખો (Important Dates)
  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 16/01/2026 (બપોરે 02:00 થી)
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 30/01/2026 (રાત્રે 11:59 સુધી)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 02/02/2026
મહત્વની લિંક (Important Links)

વધુ માહિતી માટે હંમેશા સત્તાવાર જાહેરાત અને વેબસાઇટની મુલાકાત લેવી. - The Knowledge Inbox