Back to Home

Loading...

By Admin |

IOCL RECRUITMENT 2026

IOCL Apprentice Recruitment 2026

IOCL Apprentice Recruitment 2026: ૫૦૧ પોસ્ટ માટે ભરતી જાહેર


IOCL Recruitment 2026

નમસ્કાર મિત્રો,

જો તમે સરકારી ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરવા માંગો છો, તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યું છે. IOCL દ્વારા વર્ષ ૨૦૨૬ માટે નોર્ધન રીજીયનમાં એપ્રેન્ટિસની કુલ ૫૦૧ જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

⚡ શોર્ટ વિગત: આ ભરતીમાં કોઈ પરીક્ષા નથી! સીધું મેરીટ બેઝ પર સિલેક્શન થશે.

ભરતીની મુખ્ય વિગતો (Overview)

સંસ્થા Indian Oil Corporation Limited (IOCL)
પોસ્ટ ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ ૫૦૧
છેલ્લી તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬
અરજી મોડ ઓનલાઇન

શૈક્ષણિક લાયકાત (Eligibility)

  • ટ્રેડ એપ્રેન્ટિસ: ધોરણ ૧૦ પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI (NCVT/SCVT).
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ: જે-તે બ્રાન્ચમાં ૩ વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા.
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક (BA/B.Sc/B.Com).
  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ધોરણ ૧૨ પાસ (ફ્રેશર/સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર).

વય મર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૪ વર્ષ હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ SC/ST/OBC/PWD ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

મહત્વની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂઆત: ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬

કેવી રીતે અરજી કરવી? (How to Apply)

રસ ધરાવતા ઉમેદવારોએ IOCL ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમે સીધા અરજી કરી શકો છો.

ઓનલાઇન અરજી કરો

નોંધ: અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત (Notification) ધ્યાનપૂર્વક વાંચી લેવી.