Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

Spipa Announcement

 

📢 SPIPA UPSC Training 2025-26: તાલીમ ક્યારે શરૂ થશે? નવી અપડેટ આવી ગઈ છે!

તારીખ: ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ | Category: Govt Jobs / UPSC Notification

જે વિદ્યાર્થીઓ UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ (IAS/IPS/IFS) ની તૈયારી માટે SPIPA (સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા) માં એડમિશનની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે મહત્વના સમાચાર છે!



SPIPA દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે સત્તાવાર જાહેરાત (SPIPA/202526/1) બહાર પાડવામાં આવી છે.

📌 લેટેસ્ટ અપડેટ શું છે?

SPIPA દ્વારા તાજેતરમાં પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ (Entrance Exam 2025) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને રજીસ્ટ્રેશન કેમ્પ તા. ૦૬/૧૦/૨૦૨૫ થી ૦૯/૧૦/૨૦૨૫ દરમિયાન પૂર્ણ થઈ ગયા છે.

હવે વિદ્યાર્થીઓને સૌથી મોટો પ્રશ્ન એ છે કે "તાલીમ વર્ગો (Training Classes) ક્યારે શરૂ થશે?"

👉 SPIPA નો જવાબ:

"યુપીએસસી સીવીલ સિવર્સીઝ પરીક્ષા ૨૦૨૬ માટેના તાલીમ કાર્યક્રમ ૨૦૨૫-૨૬ ના આરંભ કરવાની તારીખ આગામી ટૂંક દિવસોમાં SPIPA ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે."

🏫 કયા સેન્ટરો પર તાલીમ શરૂ થશે?

પસંદ થયેલા વિદ્યાર્થીઓને નીચે મુજબના ૭ (સાત) તાલીમ કેન્દ્રો પર એડમિશન મળશે:

  1. સ્પીપા, અમદાવાદ (Main)

  2. સ્પીપા, ગાંધીનગર

  3. પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (RTC), અમદાવાદ

  4. RTC વડોદરા

  5. RTC સુરત

  6. RTC રાજકોટ

  7. RTC મહેસાણા

📩 તમને જાણ કેવી રીતે થશે?

પસંદગી પામેલા તાલીમાર્થીઓને E-mail દ્વારા સીધી જાણ કરવામાં આવશે. તેથી તમારું મેઈલ બોક્સ ચેક કરતા રહેજો!

Categories

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Facebook