Agniveer Bharti 2026
Indian Army Agniveer Recruitment 2026: Apply Online for 25,000+ Posts
ભારતીય સેના (Indian Army) દ્વારા અગ્નિપથ યોજના હેઠળ વર્ષ 2026-27 માટે અગ્નિવીરની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દેશસેવા કરવા ઈચ્છતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત અગ્નિવીર જનરલ ડ્યુટી (GD), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8 પાસ અને 10 પાસ) જેવી વિવિધ પોસ્ટ્સ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઓનલાઇન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2026 છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે: પ્રથમ તબક્કામાં ઓનલાઇન કોમ્પ્યુટર બેઝડ લેખિત પરીક્ષા (CEE) લેવામાં આવશે, જે સંભવિત રીતે જૂન 2026 માં યોજાશે. ત્યારબાદ શારીરિક ક્ષમતા કસોટી (PFT) અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. અરજી ફી તરીકે ઉમેદવારોએ રૂ. 250/- (પ્લસ બેંક ચાર્જ) ચૂકવવાના રહેશે.
લાયકાતની વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ (જન્મ તારીખ 1 ઓક્ટોબર 2005 થી 1 એપ્રિલ 2009 વચ્ચે). શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ છે, જેમ કે GD માટે ધોરણ 10 પાસ (45%), ટેકનિકલ માટે ધોરણ 12 સાયન્સ, અને ટ્રેડ્સમેન માટે ધોરણ 8 અથવા 10 પાસ હોવું જરૂરી છે. મહિલા ઉમેદવારો માટે 'વુમન મિલિટરી પોલીસ' ની પણ ભરતી જાહેર કરવામાં આવી છે.
| Recruitment Board | Indian Army |
|---|---|
| Post Name | Agniveer (GD, Technical, Clerk, Tradesman) |
| Total Vacancies | 25,000+ (Approx.) |
| Application Dates | 13/02/2026 to 01/04/2026 |
| Exam Date (CEE) | June 2026 (Tentative) |
