CBSE ADMIT CARD 2026 RELEASED
CTET ફેબ્રુઆરી 2026 એડમિટ કાર્ડ જાહેર – ડાઉનલોડ કરો
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આયોજિત CTET ફેબ્રુઆરી 2026 પરીક્ષા માટેના હોલ ટિકિટ (Admit Card) સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો હવે તેમનો Application Number અને Date of Birth નો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકે છે.
📢 Latest Update: CTET પરીક્ષા તારીખ 07 અને 08 ફેબ્રુઆરી 2026 ના રોજ લેવામાં આવશે. એડમિટ કાર્ડ લિંક નીચે આપેલ છે.
📌 પરીક્ષાની સંક્ષિપ્ત વિગત
| સંસ્થાનું નામ | CBSE (Central Board of Secondary Education) |
|---|---|
| પરીક્ષાનું નામ | CTET (Central Teacher Eligibility Test) |
| પરીક્ષા તારીખ | 07 અને 08 ફેબ્રુઆરી, 2026 |
| મોડ | ઓફલાઇન (Pen-Paper Mode) |
| સત્તાવાર વેબસાઈટ | ctet.nic.in |
⏰ પરીક્ષાનું સમયપત્રક (Exam Schedule)
પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. ઉમેદવારોએ રિપોર્ટિંગ સમયનું ખાસ ધ્યાન રાખવું.
| Paper | સમય (Time) | Duration |
|---|---|---|
| Paper-II (Class 6 to 8) | 09:30 AM થી 12:00 PM | 2.30 કલાક |
| Paper-I (Class 1 to 5) | 02:30 PM થી 05:00 PM | 2.30 કલાક |
📥 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા ctet.nic.in પર જાઓ.
- હોમપેજ પર "Download Admit Card: CTET Feb-2026" લિંક પર ક્લિક કરો.
- તમારો Application No. અને Date of Birth નાખો.
- Security PIN (કેપ્ચા કોડ) ભરો.
- Submit બટન પર ક્લિક કરતા તમારું એડમિટ કાર્ડ ખુલશે.
- તેની પ્રિન્ટ કાઢી લેવી ફરજિયાત છે.
👉 Download Admit Card Here
🎒 પરીક્ષા કેન્દ્ર પર સાથે શું લઈ જવું?
પરીક્ષાના દિવસે નીચે મુજબની વસ્તુઓ સાથે હોવી ફરજિયાત છે:
- Admit Card: ડાઉનલોડ કરેલી પ્રિન્ટ.
- ID Proof: અસલ ઓળખ કાર્ડ (Aadhar Card, PAN Card, Voter ID, or Passport).
- Ball Point Pen: સારી ગુણવત્તાની વાદળી અથવા કાળી પેન.
- Water Bottle: પારદર્શક (Transparent) પાણીની બોટલ (500ml).
નોંધ: પરીક્ષા શરૂ થવાના 120 મિનિટ પહેલા સેન્ટર પર પહોંચવાની ભલામણ કરવામાં આવે છે. ગેટ બંધ થયા પછી પ્રવેશ મળશે નહીં.
The Knowledge Inbox વતી તમામ ઉમેદવારોને પરીક્ષા માટે Best of Luck! 👍
