GPSSB Call Letter 2026: Talati & Junior Clerk (Divyang Special Drive) Admit Card Download
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અને જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષાના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ સ્પેશિયલ ડ્રાઈવમાં ફોર્મ ભરેલા છે, તેઓ હવે પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
🛑 ખાસ નોંધ: આ પરીક્ષા CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવશે. એટલે કે પરીક્ષા કોમ્પ્યુટર પર ઓનલાઇન લેવાશે.
ભરતી અને પરીક્ષાની સંક્ષિપ્ત વિગતો (Overviews)
| બોર્ડનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
|---|---|
| પોસ્ટના નામ | તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક |
| ભરતી પ્રકાર | દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ |
| પરીક્ષા પદ્ધતિ | CBRT (MCQ Type) |
| પરીક્ષા તારીખ | 18 ફેબ્રુઆરી, 2026 (બુધવાર) |
| કોલ લેટર ડાઉનલોડ તારીખ | 07/02/2026 (20:00 કલાકથી) થી 18/02/2026 સુધી |
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ (Exam Schedule)
ઉમેદવારોએ નીચે મુજબના સમયપત્રક પ્રમાણે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.
| જાહેરાત ક્રમાંક | સંવર્ગ | પરીક્ષા તારીખ | સમય |
|---|---|---|---|
| 14/2025-26 | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) |
18-02-2026 | સવારે 10:00 થી 11:00 |
| 13/2025-26 | જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
18-02-2026 | બપોરે 14:00 થી 15:00 |
લહિયાની સુવિધા માટે સૂચના (Scribe Facility)
જે ઉમેદવારો પરીક્ષામાં લહિયા/વળતર સમયની સુવિધા મેળવવા ઈચ્છતા હોય, તેઓએ OJAS Website પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેની વિસ્તૃત સૂચનાઓ મંડળની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત (Steps to Download)
- સૌ પ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરી OJAS વેબસાઇટ ઓપન કરો.
- મેનુ બારમાં જઈને "Call Letter/Preference" પર ક્લિક કરો.
- ત્યારબાદ "Preliminary Exam Call Letter" સિલેક્ટ કરો.
- તમારો Job Select કરો (ઉ.દા. GPSSB/202526/13 અથવા 14).
- તમારો Confirmation Number અને જન્મ તારીખ (Date of Birth) નાખો.
- "Print Call Letter" પર ક્લિક કરો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે.
