RIMC Daheradun Admission

RIMC Dehradun Admission Jan 2027
05 Apr 2026
N/A

RIMC Dehradun Admission Jan 2026: ધોરણ ૮ માં પ્રવેશ માટેની જાહેરાત

રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ (RIMC), દેહરાદૂન દ્વારા જાન્યુઆરી ૨૦૨૭ ટર્મ માટે ધોરણ ૮ માં પ્રવેશ મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રવેશ પરીક્ષામાં છોકરાઓ અને છોકરીઓ બંને અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર ૦૭ જૂન ૨૦૨૬ ના રોજ યોજાશે.

RIMC Dehradun Admission Jan 2026,the knowledge inbox

મહત્વની તારીખો (Important Dates)

  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ (રાજ્ય સરકારને): ૦૫ એપ્રિલ ૨૦૨૬.
  • લેખિત પરીક્ષાની તારીખ: ૦૭ જૂન ૨૦૨૬.
  • મૌખિક પરીક્ષા (Viva-voce): લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે તારીખ પાછળથી જાહેર કરાશે.

લાયકાત (Eligibility Criteria)

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ૦૧ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ ધોરણ ૭ માં અભ્યાસ કરતો હોવો જોઈએ અથવા ધોરણ ૭ પાસ કરેલું હોવું જોઈએ.
  • ઉંમર (Age Limit): ઉમેદવારની ઉંમર ૦૧ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ ૧૧.૫ થી ૧૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ.એટલે કે ઉમેદવારનો જન્મ ૦૨ જાન્યુઆરી ૨૦૧૪ પહેલાં અને ૦૧ જુલાઈ ૨૦૧૫ પછી ન થયેલો હોવો જોઈએ.

પ્રોસ્પેક્ટસ અને ફોર્મ ફી (Application Fee)

  • સામાન્ય (General) ઉમેદવારો: રૂ.૬૦૦/-.
  • SC/ST ઉમેદવારો: રૂ.૫૫૫/-.

પરીક્ષાનું માળખું (Exam Pattern)

વિષય ગુણ
અંગ્રેજી (English Written Paper) ૧૨૫ ગુણ
ગણિત (Mathematics Written Paper) ૨૦૦ ગુણ
સામાન્ય જ્ઞાન (General Knowledge) ૭૫ ગુણ
મૌખિક પરીક્ષા (Viva-voce) ૫૦ ગુણ

અરજી કરવાની પ્રક્રિયા (How to Apply)

ઉમેદવારો RIMC ની વેબસાઈટ (https://rimc.edu.in) પરથી ઓનલાઈન પેમેન્ટ કરીને અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલીને એપ્લિકેશન ફોર્મ અને પ્રોસ્પેક્ટસ મંગાવી શકે છે. ભરેલું ફોર્મ બે નકલમાં જરૂરી આધાર-પુરાવા સાથે ૦૫ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પોતાના રાજ્ય સરકારને મોકલવાનું રહેશે. ફોર્મ સીધું RIMC, દેહરાદૂન મોકલવાનું નથી.