VMC RECRUITMENT NOTIFICATION 2026
VMC Recruitment 2026: આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટની ૨૦૦ જગ્યાઓ માટે ભરતી
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટ ની કુલ ૨૦૦ જગ્યાઓ માટે ૦૬ મહિનાના કરાર આધારિત કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
ભરતીની મુખ્ય વિગતો (Highlights)
| સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
|---|---|
| પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ એન્જિનિયર અને વર્ક આસિસ્ટન્ટ |
| કુલ જગ્યાઓ | ૨૦૦ |
| નોકરીનો પ્રકાર | ૦૬ મહિના કરાર આધારિત |
| પસંદગી પ્રક્રિયા | મેરિટ આધારિત (ડિગ્રી/ડિપ્લોમાના ગુણ પર) |
જગ્યાઓની વિગત અને પગાર ધોરણ
| પોસ્ટનું નામ | જગ્યા | માસિક ફિક્સ પગાર |
|---|---|---|
| આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ/મિકે/ઇલે) | ૫૦ | ₹ ૩૧,૨૫૦/- |
| વર્ક આસિસ્ટન્ટ (સિવિલ/મિકે/ઇલે) | ૧૫૦ | ₹ ૨૦,૦૦૦/- |
લાયકાત અને વય મર્યાદા
- આસિસ્ટન્ટ એન્જિનિયર: સંબંધિત બ્રાન્ચમાં B.E. અથવા B.Tech ની ડિગ્રી.
- વર્ક આસિસ્ટન્ટ: સંબંધિત બ્રાન્ચમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા.
- વય મર્યાદા: મહત્તમ ૪૫ વર્ષ સુધી (અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં).
મહત્વની તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: ૨૮-૦૨-૨૦૨૬
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૯-૦૩-૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ સુધી)
નોંધ: આ ભરતીની વધુ વિગતો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in પર જાહેરાત વાંચવા વિનંતી.
Provided by The Knowledge Inbox
