AMC RECRUITMENT 2026
AMC સહાયક ફાયરમેન ભરતી ૨૦૨૬ - કુલ ૧૭૨ જગ્યાઓ
નમસ્કાર મિત્રો! "The Knowledge Inbox" પર તમારું સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને શૈક્ષણિક માહિતી માટે અમારો બ્લોગ હંમેશાં તમારી સાથે છે. આજે અમે તમારા માટે એક નવી અને મહત્વપૂર્ણ ભરતીની માહિતી લઈને આવ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ વિભાગમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
જો તમે સરકારી નોકરીની શોધમાં છો અને ખાસ કરીને ફાયર વિભાગમાં દેશ અને નાગરિકોની સેવા કરવા માંગો છો, તો આ એક શ્રેષ્ઠ તક છે. "The Knowledge Inbox" (https://theknowledgeinbox.blogspot.com) મારફતે અમે તમને આવી જ અવનવી શૈક્ષણિક ક્વિઝ, શાળા કક્ષાની અગત્યની માહિતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે પૂરા પાડીએ છીએ. અમારી એપ અને વેબસાઇટની મુલાકાત લેતા રહો જેથી તમે કોઈપણ મહત્વપૂર્ણ સરકારી ભરતીથી વંચિત ન રહી જાવ.
AMC દ્વારા જાહેર કરવામાં આવેલી આ લેટેસ્ટ નોટિફિકેશન મુજબ, સહાયક ફાયરમેનની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. નીચે આ ભરતીની સંપૂર્ણ વિગતો સરળ ભાષામાં આપવામાં આવી છે, જેથી તમે યોગ્ય લાયકાત ધરાવતા હોવ તો સમયસર તમારી ઓનલાઈન અરજી સબમિટ કરી શકો.
ભરતીની મુખ્ય વિગતો:
- સંસ્થાનું નામ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), મહાનગર સેવા સદન
- વિભાગ: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ વિભાગ
- જાહેરખબર ક્રમાંક: ૦૧/૨૦૨૬-૨૭
- જગ્યાનું નામ: સહાયક ફાયરમેન (ફક્ત પુરુષ ઉમેદવારો માટે)
- કુલ જગ્યાઓની સંખ્યા: ૧૭૨
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૪/૦૫/૨૦૨૬ (૨૩:૫૯ કલાક સુધીમાં)
- અરજી કરવાનો પ્રકાર: ફક્ત ઓનલાઈન
- સત્તાવાર વેબસાઈટ: www.ahmedabadcity.gov.in
કેવી રીતે અરજી કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ની Recruitment & Results લિંક પર જવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪ મે, ૨૦૨૬ છે, તેથી સમયસર અરજી કરી દેવી.
