Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

વિધ્યાસહાયક Bharti 2026

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ - ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ ૧૧,૦૦૦ અંદાજિત ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતીમાં એક મહત્વની જોગવાઈ એ છે કે જે ઉમેદવારો હાલમાં D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને TET-1 પરીક્ષા પાસ કરેલ હોય તેઓ પણ ઉમેદવારી કરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ પર તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ થશે, અને ઉમેદવારોએ છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ ૨૦૨૬ પહેલા પોતાની અરજી જમા કરાવવાની રહેશે.

ભરતીની સંપૂર્ણ માહિતી (Recruitment Details)

  • સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર
  • પોસ્ટનું નામ: વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ – ગુજરાતી માધ્યમ)
  • જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૬
  • કુલ જગ્યાઓ: ૧૧૦૦૦ (અંદાજિત)
  • શૈક્ષણિક લાયકાત: D.El.Ed. પાસ / TET-1 પાસ (છેલ્લા વર્ષના ઉમેદવારો પણ માન્ય)
  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ કલાકથી)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (બપોરે ૧૫:૦૦ કલાક સુધી)
  • સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: ૨૪/૦૪/૨૦૨૬ (સાંજે ૧૭:૦૦ કલાક સુધી, જાહેર રજા સિવાય)
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫) ભરતી 2026 24-04-2026 11000

Categories

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's.

Facebook