GPSC RECRUITMENT 2026
GPSC 224 જગ્યાઓ માટે ભરતી 2026 (વર્ગ ૧, ૨ અને અન્ય પોસ્ટ)
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ ની કુલ ૨૨૪ જગ્યાઓ માટે મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ગુજરાત વહીવટી સેવા, સિવિલ સર્વિસ, ઇજનેરી સેવા, વન વિભાગ અને પશુચિકિત્સા અધિકારી જેવી વિવિધ પોસ્ટ્સનો સમાવેશ થાય છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GPSC OJAS ની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૧ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ છે. ઉમેદવારોએ છેલ્લી ઘડીની ભીડથી બચવા સમયસર પોતાની અરજી સબમિટ કરવી હિતાવહ છે.
ખાલી જગ્યાઓની વિગત (Total Vacancies: 224)
- ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા (વર્ગ ૧ અને ૨): ૭૧ જગ્યાઓ
- ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ): ૧૦૩ જગ્યાઓ
- મદદનીશ વન સંરક્ષક અને પરિષેત્ર વન અધિકારી: ૨૬ જગ્યાઓ
- પશુચિકિત્સા અધિકારી: ૧૮ જગ્યાઓ
- હિસાબી અધિકારી: ૦૬ જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
અલગ-અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે, જેમાં ગ્રેજ્યુએશન (કોઈપણ પ્રવાહમાં), B.E/B.Tech (સિવિલ), B.V.Sc વગેરેનો સમાવેશ થાય છે. ઉંમર મર્યાદા અને ફી વિશે વધુ વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચો.
મહત્વની તારીખો
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૦૧ એપ્રિલ ૨૦૨૬
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫ એપ્રિલ ૨૦૨૬
