Become Content Creator Admin Panel
Back to Home

Loading...

By Admin |

GPSSB BHARTI 2026

GPSSB 2640 આરોગ્ય કર્મી ભરતી 2026 (વર્ગ-3)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવા વર્ગ-3 હેઠળ લેબોરેટરી ટેકનીશીયન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ફાર્માસિસ્ટ અને ફીમેલ હેલ્થ વર્કર જેવી વિવિધ સંવર્ગની કુલ 2640 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી OJAS ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાની અરજી સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે અને નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે. વિગતવાર માહિતી અને શરતો માટે સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચવું.

ખાલી જગ્યાઓની વિગત (Total: 2640)

  • ફીમેલ હેલ્થ વર્કર: 1948 જગ્યાઓ
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ): 420 જગ્યાઓ
  • જુનિયર ફાર્માસિસ્ટ: 164 જગ્યાઓ
  • લેબોરેટરી ટેકનીશીયન: 108 જગ્યાઓ

મહત્વની તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 29/04/2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2026
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 20/05/2026
GPSSB Health Worker Recruitment 2026 20/05/2026 2640