SSA RECRUITMENT 2026

Samagra Shiksha (SSA) Gujarat Recruitment 2026 27-05-2026 to 05-06-2026 Various Contractual Posts

નમસ્કાર મિત્રો, The Knowledge Inbox માં તમારું સ્વાગત છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક આવી ગઈ છે. સમગ્ર શિક્ષા (Samagra Shiksha), ગુજરાત દ્વારા રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે વિવિધ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Samagra Shiksha (SSA) Gujarat Recruitment 2026

આ ભરતી અંતર્ગત ઓફિસર ઈન્ચાર્જ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિવિલ એન્જિનિયર, આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, રિસોર્સ પર્સન, વોર્ડન અને હિસાબનીશ જેવી અનેક જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલી તમામ માહિતી, વયમર્યાદા, પગારધોરણ અને અંતિમ તારીખ ધ્યાનપૂર્વક વાંચીને સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

ભરતીની મહત્વની માહિતી:

  • સંસ્થાનું નામ: સમગ્ર શિક્ષા (Samagra Shiksha, Gujarat)
  • જગ્યાનું નામ: વિવિધ (સ્ટેટ, જિલ્લા, તાલુકા અને KGBV કક્ષાની જગ્યાઓ)
  • નોકરીનો પ્રકાર: ૧૧ માસ માટે કરાર આધારિત
  • અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન

મહત્વની તારીખો:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૨૭/૦૫/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ કલાકથી)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૫/૦૬/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)

વયમર્યાદા (Age Limit):

  • ક્રમ-(૧) ની જગ્યા માટે: વધુમાં વધુ ૫૦ વર્ષ
  • ક્રમ-(૨૦) ની જગ્યા માટે: વધુમાં વધુ ૪૦ વર્ષ
  • અન્ય તમામ જગ્યાઓ (ક્રમ ૨ થી ૧૯ અને ૨૧ થી ૨૫) માટે: વધુમાં વધુ ૩૫ વર્ષ

પગારધોરણ (Salary Details):

અલગ-અલગ પોસ્ટ મુજબ માસિક ફિક્સ મહેનતાણું રૂ. ૮,૫૦૦/- થી રૂ. ૩૫,૦૦૦/- સુધી નક્કી કરવામાં આવેલ છે.

ખાસ નોંધ (Important Instructions):

  • ક્રમ- ૯, ૧૪, ૨૦, ૨૧ અને ૨૨ ની જગ્યાઓ માટે ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે.
  • ક્રમ- ૨૩ અને ૨૪ ની જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે.
  • અરજી કરતા પહેલા ઉમેદવારોએ વેબસાઈટ પર મૂકેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા અને અનુભવની માર્ગદર્શિકા વાંચી લેવી હિતાવહ છે.