MDM, NIACL, JMC RECRUITMENT 2026

નમસ્કાર મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક સામે આવી છે. હાલમાં વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નવી જાહેરાતોમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા મધ્યાહન ભોજન યોજના (PM પોષણ) હેઠળ ખાલી પડેલી જગ્યાઓ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) માં નવી જગ્યાઓ અને જુનાગઢ મહાનગર પાલિકા (JMC) ના ફાયર તથા અન્ય વિભાગોમાં ભરતીની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

MDM JOB | NIACL,JMC RECRUITMENT

જો તમે ધોરણ 10, 12 પાસ કે સ્નાતક (Graduate) કરેલ છે, તો આ ભરતીઓ તમારા માટે શાનદાર વિકલ્પ બની શકે છે. જુનાગઢ મહાનગર પાલિકામાં 120 જગ્યાઓ, NIACL માં 550 એપ્રેન્ટિસ પોસ્ટ અને જિલ્લા કક્ષાએ મધ્યાહન ભોજન યોજનામાં 11 માસના કરાર આધારિત સુપરવાઈઝર તથા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલ છે. ઉમેદવારો આ તમામ ભરતીની લાયકાત, અંતિમ તારીખ અને અરજી કરવાની પ્રક્રિયા નીચે વિગતવાર જોઈ શકે છે અને પોતાની લાયકાત અનુસાર અરજી કરી શકે છે.

૧. જિલ્લા મધ્યાહન ભોજન યોજના (MDM) ભરતી

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં (જેમ કે રાજકોટ, મહીસાગર વગેરે) પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ ૧૧ માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ ભરવામાં આવશે.

  • પોસ્ટનું નામ: પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને MDM સુપરવાઈઝર
  • પ્રકાર: 11 માસનો કરાર (Contract Basis)
  • લાયકાત: જગ્યા મુજબ સ્નાતક/અનુભવ (સંબંધિત જિલ્લાની સત્તાવાર જાહેરાત મુજબ)

૨. NIACL 550 જગ્યાઓ માટે ભરતી

The New India Assurance Company Limited (NIACL) દ્વારા નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ (NATS) હેઠળ 550 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત માટે પણ અંદાજે 35 જેટલી બેઠકો ફાળવવામાં આવી છે.

  • કુલ જગ્યાઓ: 550
  • લાયકાત: કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Any Graduate - 2022 થી 2026 બેચ)
  • વય મર્યાદા: 21 થી 30 વર્ષ (01/06/2026 ના રોજ)
  • સ્ટાઈપેન્ડ: ₹12,300 પ્રતિ માસ
  • અરજી તારીખ: 23 જૂન 2026 થી 6 જુલાઈ 2026

૩. જુનાગઢ મહાનગર પાલિકા (JMC) 120 જગ્યાઓ માટે ભરતી

જુનાગઢ મહાનગર પાલિકા (JMC) દ્વારા ફાયર વિભાગ અને લીગલ વિંગમાં વર્ગ-3 અને વર્ગ-4 ની વિવિધ પોસ્ટ માટે શોર્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ ભરતીની પસંદગી પ્રક્રિયા માટે જલ્દીથી સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

  • પોસ્ટનું નામ: ફાયરમેન, લીડિંગ ફાયરમેન, સબ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, આસિસ્ટન્ટ લીગલ અને લેબર ઓફિસર
  • કુલ જગ્યાઓ: 120
  • લાયકાત: ધોરણ 10 / 12 પાસ અથવા સ્નાતક (પોસ્ટ મુજબ ફાયર કોર્સનું સર્ટિફિકેટ)
  • અરજી તારીખ: 30 જૂન 2026 થી 20 જુલાઈ 2026