SMC call latter notification
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા જુનિયર ક્લાર્ક (Junior Clerk) ની ભરતી માટેની લેખિત પરીક્ષાના ઓનલાઇન કોલ લેટર (Hall Ticket / Call Letter) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે સફળતાપૂર્વક અરજી કરી હતી, તેઓ હવે SMC ની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.
SMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર શેડ્યૂલ મુજબ જુનિયર ક્લાર્ક ની લેખિત પરીક્ષા 11 ઓક્ટોબર 2026 (રવિવાર) ના રોજ બપોરે 03:00 વાગ્યાથી 05:00 વાગ્યા દરમિયાન યોજાશે. આ પરીક્ષા ઉમેદવારોની સુવિધા માટે રાજકોટ, અમદાવાદ અને સુરત ના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.
તમામ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે પરીક્ષાના દિવસે સમયસર કેન્દ્ર પર પહોંચવા અને કોઈ પણ પ્રકારની ઉતાવળ ટાળવા માટે વહેલી તકે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ કાઢી લેવી. કોલ લેટર ડાઉનલોડ કરવાની સીધી લિંક અને જરૂરી વિગતો નીચે મુજબ આપેલી છે.
SMC Junior Clerk Call Letter 2026 - હાઇલાઇટ્સ
| સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
|---|---|
| પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક (Junior Clerk) |
| પરીક્ષા તારીખ | 11/10/2026 (રવિવાર) |
| પરીક્ષા સમય | બપોરે 03:00 PM થી 05:00 PM |
| પરીક્ષા કેન્દ્રો (Exam Centers) | સુરત, અમદાવાદ, રાજકોટ (Surat, Ahmedabad, Rajkot) |
| સ્ટેટસ | કોલ લેટર જાહેર (Declared) |
| ડાઉનલોડ મોડ | ઓનલાઇન (Online) |
પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ (Important Instructions)
- ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટરની સ્પષ્ટ પ્રિન્ટઆઉટ સાથે લાવવી ફરજિયાત છે.
- ઓળખના પુરાવા તરીકે તમારું મૂળ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ચૂંટણી કાર્ડ સાથે રાખવું.
- પરીક્ષા સમય શરૂ થવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું.
- કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઇલ, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર વગેરે પરીક્ષા હોલમાં લાવવાની મનાઈ છે.
SMC જુનિયર ક્લાર્ક કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
- સૌપ્રથમ નીચે આપેલ Official Call Letter Link પર ક્લિક કરો.
- SMC ના Call Letter Login પેજ પર તમારો Application ID / Confirmation Number દાખલ કરો.
- તમારી જન્મ તારીખ (Birth Date) દાખલ કરો.
- ત્યારબાદ Submit / Print બટન પર ક્લિક કરો.
- તમારો હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.
